રવિ અગ્રવાલ, વડોદરા: ગુજરાતને એમ્સની મંજૂરી મળી ગઈ છે એવી વાતો ચાલી છે. જો કે હજુ સત્તાવાર જાહેરાત ન થઈ હોવા છતાં એઈમ્સ રાજકોટને મળી ગઈ હોવાની ગુજરાત સરકારના મંત્રીએ જસદણ ચૂંટણી દરમિયાન વાત છતી કરી દીધી. રાજકોટને એઈમ્સ મળવાની હોવાની વાતો વચ્ચે હવે વડોદરામાં પણ એઈમ્સ હોવી જોઈએ એવી માગણીઓ કરવામાં આવી રહી છે. ભાજપના ધારાસભ્યો એક સૂરમાં આ માંગણી કરી રહ્યાં છે.
PICS ગિર સોમનાથ: ગજબ છે આ ગામના ખેડૂતોનું ભેજુ, જાત મહેનતે કરે છે બમણી કમાણી
વડોદરાના ધારાસભ્યો આ અંગે મેદાને પડ્યા છે. વડોદરાના ધારાસભ્યો મનીષા વકીલ, જીતુ સુખડીયા અને યોગેશ પટેલે આ અંગે માગણી કરી છે. તેમણે કહ્યું છે કે તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ અંગે લેખિતમાં રજુઆત કરી છે અને હવે મુખ્યમંત્રીએ કહ્યું છે કે આખરી નિર્ણય કેન્દ્ર સરકાર લેશે.
આમ હવે એઈમ્સ કોને મળશે તે અંગેનો છેલ્લો નિર્ણય લેવાનું કામ મુખ્યમંત્રી રૂપાણીએ કેન્દ્ર સરકાર પર ઢોળ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે